પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દા માટે યોજાશે ચૂંટણીમોરબી : મોરબી બાર એસોસિએશનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી 20 ડિસેમ્બરના રોજ મોરબી બાર એસોસિએશનની ચૂંટણી યોજવાની છે. જેના માટે 2 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરીને જમા કરાવી શકાશે. 9 તારીખ સુધીમાં ફોર્મ ચકાસણી થશે. 10 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને 11 ડિસેમ્બરના રોજ ઉમેદવારની આખરી યાદી જાહેર થશે.મોરબી બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ત્રણ કારોબારી સભ્ય અને મહિલા અનામતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાશે. જેમાં 20 ડિસેમ્બરના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી મોરબી ન્યાય મંદિર બિલ્ડિંગ ખાતે આવેલા બાર રૂમમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયેલા મતદારો જ મતદાન કરી શકશે. મતદાન સમયે મતદાતાએ ઓળખપત્ર સાથે રાખવા જણાવાયું છે. જો કોઈ મતદાર મોરબી બારની ફી ભરી હશે અને મતદાર યાદીમાં નામ ના હોય તો તેવા મતદારોએ તેમની ફીની અસલ રસીદ અને ઓળખકાર્ડ સાતે લાવી મતદાન કરી શકશે.