વ્યાજે નાણાં આપનાર વ્યક્તિના મૃત્યુ બાદ નાના ભાઈએ આપી ધમકીમોરબી : મોરબીના વિદ્યુતનગર પાછળ રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોરનું મૃત્યુ નિપજતા તેમના નાના ભાઈએ મેં એક મર્ડર કર્યું છે, બીજું કરતા વાર નહિ લાગે તેમ કહી પઠાણી ઉઘરાણી કરતા રેન્જ આઈજીને ફરિયાદ બાદ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાછળ રહેતા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અશોકસિંહ બહાદુરસિંહ ઝાલા રહે. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓએ આરોપી અશોકસિંહના મોટાભાઈ શક્તિસિંહ બહાદુરસિંહ ઝાલા પાસેથી અગાઉ 3 ટકા વ્યાજે 4 લાખ લીધા હતા જે બાદ શક્તિસિંહનું મૃત્યુ નિપજતા આરોપી અશોકસિંહ ઝાલાએ પઠાણી ઉઘરાણી કરી પોતે એક મર્ડરમાંથી છુટેલ છે અને બીજું મર્ડર કરતા વાર નહિ લાગે તેમ જણાવી જાનથી મારી નાખવા ધમકી આપતા આરોપી વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.