ત્વરિત કાર્યવાહીની માંગ સાથે હિંદુ અસ્મિતા મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન : મોટી સંખ્યામાં હિંદુઓએ જોડાઈ બાંગ્લાદેશમાં ઉદભવેલી પરીસ્થિતિ સામે વિરોધ નોંધાવ્યોમોરબી : બાંગ્લાદેશમાં હિંદુઓ તેમજ મંદિરોને નિશાન બનાવવાનો સિલસીલો યથાવત છે. ત્યારે તેના વિરોધમાં આજે હિંદુ અસ્મિતા મંચના નેજા હેઠળ હિંદુ સંગઠનોએ જિલ્લા કલેકટર ખાતે રામધૂન બોલાવી ભારત સરકાર ત્વરિત પગલાં લ્યે તેવી માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું. જેમાં આરએસએસના પશ્ચિમ સરસંઘચાલક ડો.ભાડેશીયા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોટી સંખ્યામાં હિંદુઓ જોડાયા હતા.આવેદનમાં જણાવાયુ હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને શરમજનક છે. બાંગ્લાદેશ સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારને રોકે.આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનનાસંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપુર્ણ વિરોધ કરતા હિંદુઓ પર પણ અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેઓને મુક્ત કરાવવાના પ્રયાસો કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાવવામાં આવે, હિંદુ ધાર્મિક સ્થાળોની સુરક્ષા વધારવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ છે.