90 હજારના 1.13 લાખ આપ્યા છતાં વધુ 65 હજાર માંગી જાનથી મારી નાખવા ધમકીમોરબી : માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે રહેતા યુવાને બે વર્ષ પૂર્વે સરવડ ગામના વ્યાજખોર પાસેથી 90 હજાર વ્યાજે લીધા બાદ વ્યાજ સહિત 1.13 લાખ ચૂકવી દેવા છતાં વ્યાજખોરે યુવાન પાસે વધુ 65 હજાર રૂપિયા માંગી જાનથી મારી નાખવા ધમકી આપતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયાએ બે વર્ષ પૂર્વે સરવડ ગામના વ્યાજખોર આરોપી દેવશી લાલજીભાઈ સરડવા પાસેથી 90 હજાર રૂપિયા 5 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં 90 હજાર રૂપિયાના 1.13 લાખ વ્યાજ સહિત ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોર દેવશીએ વધુ રૂપિયા 65 હજારની પઠાણી ઉઘરાણી કરી કોરા ચેક પડાવી જાનથી મારી નાખવા ધમકી આપતા રેન્જ આઈજીને ફરિયાદ બાદ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.