મોરબી : માળીયા મિયાણા ત્રણ રસ્તા નજીક જીજે - 12 - એવાય - 1918 નંબરના ટ્રક કન્ટેનર ચાલકે માળીયા મિયાણા ખાતે રેલવે વિભાગમાં નોકરી કરતા ધવલકુમાર મારવાણીયાના બાઇકને હડફેટે લઈ પગના ભાગે ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.