મૃતક મહિલા ખોખરા હનુમાન મંદિરે 60 બાળકોને શિક્ષણ સેવા આપતા હતા : અકસ્માત બાદ સ્થાનિકોએ પીછો કરતા ટ્રક ડ્રાઇવર ફરારમોરબી : ભરતનગર નજીક સવારના સમયે રોડ ક્રોસ કરી રહેલ મહિલાને ટ્રકે હડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું છે. આ મામલે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભરતનગર ગામ પાસેથી ખોખરા હનુમાન તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા બાજુ જવા માટે એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી દરમિયાન મહિલાને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા તે મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તે મહિલાની ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાનું નામ નેહાબેન વ્યાસ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા ખોખરા હનુમાનની જગ્યામાં ૬૦ બાળકોને અભ્યાસ કરાવે છે. તેઓ મહેન્દ્રનગરથી દરરોજ અહીં બાળકોને ભણાવવા આવે છે. આ બેનના પિતાજીને થોડાક સમય પહેલા પેરાલિસિસનો હુમલો આવેલ છે.જે ટ્રક ટેલરના ચાલકે અકસ્માત સર્જીને મહિલાનું મોત નીપજવ્યું હતું તે ટ્રક ચાલકને સ્થાનિક લોકો દ્વારા પકડવા માટે થઈને પીછો કરવામાં આવતા વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ છે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ કરેલ છે.