298 લીટર દેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો, અન્ય 10 શખ્સોના નામ ખુલતા શોધખોળ હાથ ધરાઈમોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે દરોડા પાડી 23 શખ્સોને 298 લીટર દેશી દારૂ સાથે પકડી પાડ્યા છે. જ્યારે અન્ય 10 શખ્સોના નામ ખુલતા તેમની પણ શોધખોળ હાથ ધરાઈ છે.મોરબી તાલુકા પોલીસે આજે દેશી દારૂના વેચાણ સામે કાર્યવાહી કરવા ડ્રાઇવ યોજી હતી. જેમાં શંકરસિંહ મધુસિંહ રાણા રહે-પાંજરાપોળ ગૌશાળા સામે લીલાપર રોડ મોરબી, સિંકદરભાઇ ઉર્ફે સિક્લો કાસમભાઇ સંધવાણી રહે-માલાણી શેરી માળીયા (મિં), ઇકબાલભાઇ હસનભાઇ શેખ રહે.વીશીપરા કુલીનગર-૦૨ મોરબી, વિક્રમભાઇ ચંદુભાઇ મકવાણા રહે.સરફેસ સીરામીક સામે રંગપર ગામ સીમ ઝુંપડામાં તા-જી મોરબી, સીરાજભાઇ ફારૂકભાઇ ભટ્ટી રહે-નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની પાસે,બાયપાસ રોડ મોરબી, હરેશભાઇ ચતુરભાઇ દંતેસરીયા રહે-જુનુ ઘુટુ રોડ તા.જી.મોરબી, વિજયભાઇ બાબુભાઇ અદગામા રહે- જુના ઘુંટુ રોડ તા.જી.મોરબી, વિક્રમભાઇ કુંભાભાઇ છીપારીયા રહે-શિવહરી સો.સા. મકાન નંબર ૦૭ ટીબડી પાટીયા તા.જી.મોરબી, રેવીબેન ગાંડુભાઇ હરજીભાઇ સીતાપરા રહે-જુનુ ઘુંટુ ગામ તા.જી.મોરબી, હંસાબેન સામજીભાઇ સાંતોલા રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી, સમીરભાઇ મહમદભાઇ મુસાણી રહે- મોરબી-૨ વેજીટેબલ રોડ લાભનગર સામે ઓરડીમા તા.જી. મોરબી, રાજેશભાઇ ભીખુભાઇ કોટક રહે મોરબી-૨ રામકૃષ્ણનગર, વિશાલભાઇ હિતેશભાઇ રાઠોડ રહે મોરબી વીશીપરા કુલીનગર-૧ કેશવાનંદ બાપુના આશ્રમ પાસે, યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચાણીયા રહે.-શોભેશ્વર, વાણીયા સોસાયટી, મહાદેવના મંદીર પાસે, કમલેશભાઇ અમરશીભાઇ ખરા રહે.નવા જાંબુડીયા, ઇશ્વરભાઇ કેશાભાઇ ખરા રહે.નવા જાંબુડીયા, પૂનમબેન સંજયભાઇ નાગજીભાઇ સનુરા રહે- નવા જાંબુડીયા, ગંગાબેન રણછોડભાઇ કુંવરાભાઇ ઝાંપડા રહે-રફાળેશ્વર, ખીમજીભાઇ ધારસીભાઇ માથાસુરીયા રહે-રંગપર, હિતેશભાઇ ધીરૂભાઇ કગથરા રહે-તળાવીયા શનાળા, સુરેશભાઇ રમેશભાઇ કગથરા રહે.રંગપર, ચંપાબેન વશરામભાઇ કાંજીયા રહે.રંગપર ગામની સીમ આંબલી તળાવ પાસે ઝુંપડામાં અને વિનોંદભાઇ જગાભાઇ વાઘેલા રહે-હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમને પકડી પાડ્યા છે. જયારે અન્ય લોકોના નામ ખુલ્યા તેની શોધખોળ હાથ ધરાઈ છે. જેમાં અનવરભાઇ હાજીભાઇ માલાણી રહે. કાંતીનગર, તૈયબભાઇ ગુલામહુસેનભાઇ માણેક રહે-વીશીપરા, વિજયભાઇ બાબુભાઇ વિંજવાડીયા રહે. મોરબી માધાપર, જુસબભાઇ હબીબભાઇ જામ રહે મોરબી-૨ વેજીટેબલ રોડ, રફીકભાઇ અનવરભાઇ કટિયા રહે.મોરબી પરસોતમ ચોક, મુકેશ ઉર્ફે હકો ઉર્ફે ગુડો લાલજીભાઇ લીખીયા રહે.લાલપર, સંજયભાઇ નાગજીભાઇ સનુરા રહે- નવા જાંબુડીયા, ગણેશભાઇ રણછોડભાઇ ઝાંપડા રહે- રફાળેશ્વર, મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા રહે-નઝરબાગ, ધનજીભાઇ હરખાભાઇ કોળી રહે-સુર્યનગર(સુદરગઢ)નો સમાવેશ થાય છે.