ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના વિડીયો અવારનવાર વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી : હવે ઇંગ્લિશ દારૂના વેપલા સામે પણ પોલીસે લાલ આંખ કરવાની જરૂર મોરબી : મોરબી જિલ્લામાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આજે મેગા ઓપરેશન હાથ ધરી જિલ્લાભરમાં વહેલી સવારથી જ દરોડાનો દૌર શરૂ કર્યો હતો. એક જ દિવસમાં જિલ્લામાં દારૂ વેંચતા 87 શખ્સોને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં પોલીસે આજે સવારથી દેશી દારૂના હાટડા ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ડ્રાઇવ દરમ્યાન મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.માં ૯ કેસો, મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં ૧૨ કેસો, મોરબી તાલુકા પો.સ્ટે.માં ૨૦ કેસો, વાંકાનેર સીટી પો.સ્ટે.માં ૦૮ કેસો, વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ૧૦ કેસો, હળવદ પો.સ્ટે.માં ૧૪ કેસો, માળીયા મિંયાણા પો.સ્ટે.માં ૫ કેસો તથા ટંકારા પો.સ્ટે.માં ૯ કેસો મળી પ્રોહીબીશનના કુલ ૮૭ કેસો શોધી કાઢ્યા છે. જેમાં મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.માં દેશીદારૂ લીટર-૧૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા આથો લીટર-૬૦ કિ.રૂ.૧,૨૦૦/-, મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં દેશી દારૂ લીટર-૩૯ કિ.રૂ.૭,૮૦૦/-, મોરબી તાલુકા પો.સ્ટે.માં દેશી દારૂ લીટર-૨૯૮ કિ.રૂ.૫૯,૬૦૦/-, વાંકાનેર સીટી પો.સ્ટે.માં દેશી દારૂ લીટર-૯૦ કિ.રૂ.૧૮,૦૦૦/-, વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં દેશી દારૂ લીટર-૫૭ કિ.રૂ.૧૧,૪૦૦/- તથા આથો લીટર-૨૧૮ કિ.રૂ.૪,૩૬૦/-, માળીયા મિંયાણા પો.સ્ટે.માં દેશી દારૂ લીટર-૨૪ કિ.રૂ.૪,૮૦૦/- તથા આથો લીટર-૩૫૦ કિ.રૂ.૭,૦૦૦/-, ટંકારા પો.સ્ટે.માં દેશી દારૂ લીટર-૯૫ કિ.રૂ.૧,૯૦૦/- તથા આથો લીટર-૧૫ કિ.રૂ.૩૦૦/-, હળવદ પો.સ્ટે.માં દેશી દારૂ લીટર-૧૧૮ કિ.રૂ.૨૩,૬૦૦/- તથા આથો લીટર-૪૪૦ કિ.રૂ.૧૦,૨૫૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦ કિ.રૂ.૪,૫૦૦/- મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આમ આ ડ્રાઇવમાં દેશી દારૂ લીટર-૮૨૧ કિ.રૂ.૧,૬૪,૨૦૦/- દેશીદારૂ ગાળવાનો આથો લીટર-૧૦૫૩ કિ.રૂ.૨૧,૦૬૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦ કિ.રૂ.૪,૫૦૦/- કબ્જે કરાયો છે. ઉલ્લેખનીય છે કે હવે દેશી દારૂની જેમ પોલીસ ઇંગ્લિશ દારૂ સામે પણ કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.