સંગીતજ્ઞ સંતો દ્વારા મધુર કિર્તનો રજૂ કરાતા હરિભક્તો ડોલી ઉઠ્યાવાંકાનેર : વાંકાનેર BAPS સ્વામીનારાયણ મંદિરે કિર્તન આરાધના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના સંગીતજ્ઞ સંતો દ્વારા મધુર કિર્તનો રજૂ કરવામાં આવ્યા હતા. આ કિર્તનો સાંભળીને ઉપસ્થિત હરિભક્તો ડોલી ઉઠ્યા હતા.આ અંગે સાળંગપુર મંદિરના સંત મધુર વદન દાસજીએ જણાવ્યું હતું કે, વાંકાનેર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે સાળંગપુરથી સંગીતજ્ઞ સંતો પધાર્યા હતા અને મધુર કિર્તનો રજૂ કરાયા હતા. આ કિર્તન આરાધના કાર્યક્રમમાં 1200 જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંત નિર્દેશક હિરસ્મરણ સ્વામી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવતા બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર BAPS સત્સંગ મંડળના અગ્રણી જયેશભાઈ રામાણી દ્વારા ઉપસ્થિત સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.