મોટા દહીંસરા, તરઘડી તથા ચાંચાવદરડા સહિતના ગામોના ખેડૂતોને પાણીનો લાભ આપવા સિંચાઈ વિભાગને રજુઆતમોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી તથા ચાંચાવદરડા સહિતના બિનકમાન્ડ એરીયાના ગામોના તળાવો કેનાલ મારફત ભરી ખેડૂતોને સિંચાઈનું પાણી પુરૂ પાડવા મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સિંચાઈ વિભાગને રજુઆત કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં અતિવૃષ્ટિ તેમજ મચ્છુ ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેડુતોને ભારે નુકશાની થયેલ છે. જેના કારણે ચોમાસુ સિઝનનો લાભ મળેલ નથી.હાલમાં મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય સોશ્યલ મિડીયા મારફત ખેડુતોને પાણી પહોંચાડવાની વાતો કરી રહ્યા છે ત્યારે માળીયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના બિન કમાન્ડ એરીયાના ગામોને સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તેમજ ખેડુતોનો અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય, શિયાળુ પાક લેવા માટે વાવેતર કરેલ છે. પરંતુ આવા ખેડુતોને સિંચાઈનો કોઈ પણ પ્રકારનો લાભ મળેલ નથી અને ખેડુતોને કેનાલના પાણીથી વંચિત રાખવામાં આવી રહેલ છે.જો મચ્છુ-૨ કેનાલ મારફત બી-૩ કેનાલ નં.૫ માં પાણી છોડી બીન કમાન્ડ એરીયાને મંજુરી આપી માળીયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામોના તળાવો ભ૨વામાં આવે તો અનેક ખેડુતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. જેથી ખેડુતોને સિંચાઈનું પાણી પુરૂ પાડવાની વાતો કરવાના બદલે તાત્કાલીક ધોરણે મચ્છુ-૨ કેનાલ મારફત બી-૩ કેનાલ નં.૫ માં પાણી છોડી બીન કમાન્ડ એરીયાને મંજુરી આપી ખેડુતોને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરી આપવાની માંગ છે.