વિવિધ 14 જેટલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરીhttps://youtu.be/hO-lrtn7hPE?si=1eQtCvSBGF0BsTaLમોરબી : મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલ ખાતે પ્રતિભા-2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી-કંડલા હાઈવે પર કામધેનુ પાસે આવેલી દોશી હાઈસ્કૂલ ખાતે આ પ્રતિભા-2024 કાર્યક્રમનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભાઓને બહાર લાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા છે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 14 વિભાગના પ્રદર્શન યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ પ્રદર્શનમાં પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.દોશી હાઈસ્કૂલના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના આ પ્રતિભા કાર્યક્રમમાં ગણિત-વિજ્ઞાન સહિત કૂલ 14 વિભાગમાં પ્રદર્શન યોજાયું છે. જેમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં કૂલ 18 કૃતિઓ મૂકવામાં આવી હતી. આ ઉપરાંત ભારતના રાજાઓ અને ક્રાંતિકારીઓ, ઐતિહાસિક સ્થળો, આપણું આયુર્વેદ, સાંસ્કૃતિક વારસાના સ્થળો, ઔષધિઓ, વેસ્ટમાંથી બેસ્ટ, ભારતીય ચલણી નોટ અને સિક્કા, ફોરેન કરન્સી, ઘર વપરાશના તાંબા-પિત્તળના વાસણો, વાંસની વસ્તુઓ સહિતના વિભાગમાં અલગ અલગ કૃતિઓ ગોઠવવામાં આવી હતી. આ પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા હતા.આ સાથે જ બેન્કિંગ પ્રક્રિયાનો એક વિભાગ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં બેંકમાં કઈ રીતે કામ થતું હોય છે તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી બુથ ઉભું કરવામાં આવ્યું હતું જેમાં મતદાન પ્રક્રિયા કેવી હોય તે વિશે સમજ આપવામાં આવી હતી. સરકારી યોજનાઓનો વિભાગ પણ બનાવાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ધાર્મિક પુસ્તકાલયનું પણ પ્રદર્શન યોજાયું હતું. આ ઉપરાંત વીમા પોલીસી અને કારીગર અને તેમના સાધનોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. શેરી રમતો અંગેનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. શાળામાં એક લાઈવ ચાકડો રાખવામાં આવ્યો હતો જેમાં માટીના વાસણો બનાવીને વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા હતા.