મોરબી વર્તુળ કચેરીની ટીમ રનર્સઅપhttps://youtu.be/eG4quxRK7Poમોરબી : મોરબીના નાની વાવડી ખાતે આવેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે PGVCL દ્વારા મોરબીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું હતું. જેમાં આજે 2 ડિસેમ્બરના રોજ ફાઈનલ મુકાબલો રમાયો હતો. ફાઈનલમાં અમરેલી વર્તુળ કચેરી અને મોરબી વર્તુળ કચેરીની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આ ફાઈનલ મુકાબલો અમરેલી વર્તુળ કચેરીની ટીમે જીતીને ટુર્નામેન્ટ જીતી લીધી હતી. જ્યારે મોરબીની ટીમને રનર્સઅપથી સંતોષ માનવો પડ્યો હતો. વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ ટુર્નામેન્ટ સહિતના ખેલાડીઓને પણ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધીક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયાએ જણાવ્યું હતું કે, આજ રોજ મોરબી વર્તુળ કચેરી અને અમરેલી વર્તુળ કચેરીની મહિલા ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં અમરેલી વર્તુળ કચેરીની ટીમ વિજેતા બની છે જ્યારે મોરબીની ટીમ રનર્સઅપ બની છે. પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ પણ ખૂબ જ સારી ખેલદિલી બતાવી હતી.મેન ઓફ ધ ટુર્નામેન્ટ બનેલા અમરેલી વર્તુળ કચેરીની ટીમના ખેલાડી તૃપ્તિ વિંઝુડાએ જણાવ્યું હતું કે, મને આવી સારી તક મળે તે બદલ મને ખૂબ જ આનંદ થયો છે. આવી સારી તક આપવા બદલ પીજીવીસીએલનો હું આભાર વ્યક્ત કરું છું. મોરબીમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી તે જોઈને પણ ખૂબ ખુશ છું. અન્ય મહિલાઓ પણ બહાર આવીને કોઈપણ રમતમાં પોતાની પ્રતિભા બતાવે તેવી હું સૌને અપીલ કરું છું.