કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની માંગ, આંદોલનની ચીમકીમોરબી : મોરબીમાં લીલાપર રોડ પરની કેનાલ સફાઈ કરીને તંત્રએ કચરો રોડ ઉપર જ ઠાલવી દીધો છે.જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જેથી આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલના જણાવ્યા મુજબ મોરબીનો પોશ એરીયા ગણાતો લીલાપર રોડ છે. જે રોડ પર વર્ષોથી ખેડૂતોને ખેતી માટે પાણી પહોંચાડતી કેનાલ આવેલી છે. આ કેનાલને રવી પાક માટે ખેડૂતોને પાણી આપતા પહેલા તે કેનાલને તંત્ર દ્વારા સફાઇ કરવામાં આવી હતી. પણ આ અંધ તંત્ર દ્વારા કેનાલ સફાઈ કરીને તેમાંથી નીકળતા કચરાને તેજ રોડ પર રાખી દેવાયો છે.જેમાંથી અતી દુર્ગંધ આવે છે અને રોડ પર વાહન ચાલકો માટે પણ એક પડકાર રૂપ છે કેમ કે સિરામિક નગરીમાં મોટાભાગના લોકો દ્વારા અપડાઉન માટે આજ રોડનો ઉપયોગ કરવામાં આવે છે. તમામ વાહન ચાલકોને પણ અકસ્માતની ભીતી રહે છે. સફાઈ કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને એ કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવવામાં આવે. જો કાર્યવાહી નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે.