મોરબી : મોરબીના ટીંબડીના પાટીયા પાસે એક ટાઈલ્સ ભરેલો ટ્રક પલટી મારી ગયો છે. જેના કારણે રોડ બંધ થઈ ગયો છે. મળતી વિગત પ્રમાણે રાત્રિના સમયે ટાઈલ્સ ભરેલો ટ્રક ટીંબડી પાટીયા પાસે હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું તે વખતે ખાડો આવતા ટ્રક પલટી મારી ગયો હતો. જેના કારણે ટાઈલ્સના ટુકડે ટુકડા રોડ ઉપર વેરાઈ ગયા હતા અને ટ્રક પલટી જતાં હાઈવે પર વાહન વ્યવહારને અસર પડી હતી.