કચ્છના શખ્સના કબ્જામાંથી 40 ઘેટા મુક્ત કરાવાયામોરબી : મોરબીના લક્ષ્મીનગર નજીક આવેલ રવિરાજ ચોકડી પાસેથી મોરબી તાલુકા પોલીસે બોલેરો ગાડીમાં ઘાસ ચારાની કે પાણી વ્યવસ્થા કર્યા વગર ખીચો ખીચ 40 ઘેટા ભરીને નીકળેલા શખ્સને ઝડપી લઈ ઘેટાઓને મુકત કરાવી 3 લાખની કિંમતની બોલેરો ગાડી જપ્ત કરી આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવા સબબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગૌસેવકોને મળેલી હકીકતને આધારે લક્ષ્મીનગર નજીક રવિરાજ ચોકડી પાસેથી મોરબી તાલુકા પોલીસને સાથે રાખી જીજે - 12 - બીઝેડ - 8346 નંબરની બોલેરો કાર અટકાવી તલાશી લેતા આરોપી અલીશા ઉમરશા શેખ રહે.શિકારપુર, તા.ભચાઉ, કચ્છ વાળાના કબજા વાળી બોલેરો ગાડીમાં ઘાસચારાની કે પાણી વ્યવસ્થા કર્યા વગર ગાડીમાં ખીચોખીચ 40 ઘેટા ભર્યા હોવાનું સામે આવતા મોરબીના ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી 1.20 લાખની કિંમતના ઘેટાને મુક્ત કરાવી 3 લાખની કિંમતની બોલેરો ગાડી જપ્ત કરી આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવા સબબ કાર્યવાહી કરી હતી.