લીંબુના ભાવમાં પ્રતિમણ 300 રૂપિયાનો ઘટાડોમોરબી : હાલ કપાસની સિઝન ચાલી રહી છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે મગફળી, તલ, ઘઉં, જીરુ, બાજરો વગેરેની પણ આવક ચાલુ છે. આજે કપાસના સૌથી ઊંચા ભાવ રૂ.1521 બોલાયા હતા. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2692 ક્વિન્ટલ એટલે કે 13460 મણ કપાસની આવક થવા પામી છે. કપાસ ઉપરાંત જીણી મગફળી, ઘઉં, તલ, જીરું, બાજરો, ચણા, એરંડા વગેરે જણસીઓની આવક થઈ છે. આજે ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 639 તો તલના 2414, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1172 સુધી બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4490 જેટલા બોલાયા છે. બાજરાના 657, ચણાના 1239, એરંડાના 1219, મઠના 915 ભાવ બોલાયા છે.આજે શાકભાજીની આવકમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 660 રૂપિયા ભાવ બોલાયા છે.