વહેલી તકે મહત્વ પૂર્ણ જગ્યાનો પ્રજા માટે ઉપયોગ થઈ શકે તે દિશામાં કામગીરી કરવા ઉઠી માંગવાંકાનેર : વાંકાનેરનાં હાર્દ સમા વિસ્તાર એવા શહેર મધ્યે આવેલા ટાઉન હોલ ખાતે નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર તેનું કામ અઘરું રહેતા આજે વર્ષો બાદ આ શોપિંગ સેન્ટર ખાલી ખોખુ અને શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે.હાલ પ્રજાનાં લાખો રૂપિયાનું જાણે કે પાણી કરવામાં આવ્યું છે, વર્ષોથી આ શોપિંગ સેન્ટર ખાલી પડેલુ હોવાથી હવે તે આવારા તત્વોનો જાણે કે અડ્ડો બની રહ્યું છે. અહીંથી અવારનવાર દારૂડિયા તથા જુગારીયા ઝડપાતા રહે છે, ત્યારે વહેલી તકે આ મહત્વ પૂર્ણ જગ્યાનો પ્રજા માટે ઉપયોગ થઈ શકે તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.