3 ડિસેમ્બરે કલેક્ટરને રજૂઆત કરાશે મોરબી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરુદ્ધમાં હિંદુ સમાજ, હિંદુ અસ્મિતા મંચ મોરબીના બેનર હેઠળ આગામી તારીખ 3-12-2024 ને મંગળવારના રોજ બપોરે 11 કલાકે મોરબી કલેક્ટર ઓફિસ ખાતે કલેકટરને આવેદન પત્ર આપી બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી રાજકીય અસ્થિરતા વચ્ચે ત્યાંના હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુ મંદિરો પર સતત હુમલાઓ થઈ રહ્યા છે, મુર્તીઓ તોડવામાં આવી રહી છે. હિંદુઓની બહેન દિકરીઓ સુરક્ષિત નથી તથા સાથોસાથ હિંદુઓના ધંધા વ્યવસાયના સ્થાનોને પણ ઈરાદાપૂર્વક સુનિયોજિત રીતે ટાર્ગેટ કરી લુંટવામાં આવી રહ્યા છે અને ત્યાંની સરકાર મૂળ પ્રેક્ષક બની આ તમાશાને એક પ્રકારે સમર્થન આપી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. વળી વિવિધ હિંદુ સંતો પર પણ ખોટા કેસ કરી હિંદુ સંગઠનોને પ્રતિબંધિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં પ્રત્યેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના હિંદુ ભાઈ બહેનોને જોડાવા હિંદુ સમાજ હિંદુ અસ્મિતા મંચ મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે.