મોરબી : મોરબીના ભડિયાદ રોડ પર ભડિયાદ કાંટે આવેલ વિદ્યાધર હનુમાનજી મંદિરે સુંદર કાંડ યજ્ઞ યોજાયો હતો. કારતક વદ ચૌદસ નિમિતે સમસ્ત ભડીયાદ ગામ દ્વારા સુંદરકાંડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞના યજમાન તરીકે મોહિન્દરભાઈ મગનભાઈ અઘારા રહ્યા હતા. આ સાથે બટુક ભોજન કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં મંદિરના પૂજારી મુકેશભાઈ સાધુ તેમજ ભડિયાદ ગામના લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા 26 વર્ષથી સુંદર કાંડ યજ્ઞ યોજાઇ રહ્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.