મોરબી : મોરબીની વી.સી. હાઈસ્કૂલની પાછળના રોડ પર કબ્રસ્તાન રોડ પર બજરંગ અખાડા પાસે છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા છે. જેને લઈને સૈલાબ સુમરા દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, બજરંગ અખાડા પાસે છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટર ઉભરાય છે અને ગટરો ખુલ્લી છે. પાણીનો નિકાલ અટકી ગયો છે. પાણી ભરાઈ જતાં દુર્ગંધ આવી રહી છે. ગટર ઉભરાતા આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે આરોગ્યને પણ અસર પહોંચી રહી છે. વાહનચાલકોને પણ તકલીફ પડી રહી છે. આ અંગે તાત્કાલિક પગલાં લઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.