મોરબી : મોરબીની દોશી એમ.એસ અને ડાભી એન.આર. હાઈસ્કૂલ દ્વારા આગામી તારીખ 2 ડિસેમ્બરના રોજ પ્રતિભા-2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મોરબી બાયપાસ રોડ પર પંચાસર ચોકડી પાસે આવેલા દોશી હાઈસ્કૂલ કેમ્પસ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે.વિદ્યાર્થીના જીવન ઘડતર પ્રક્રિયાના ભાગરૂપે પ્રતિભા-2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી, આપણા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો, બેંક પ્રક્રિયા, ચૂંટણી પ્રક્રિયા, લઘુ ઉદ્યોગ, નોન કોર્પોરેટ- MSME ઉદ્યોગોની મંજૂરી પ્રક્રિયા, જૂની પુરાણી ચીજવસ્તુઓનો સંગ્રહ, સરકારી યોજનાઓ અને તેના અગત્યના વિભાગો, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ, સાયબર સિક્યુરિટી, ભારતના શિલ્પ-સ્થાપત્યો સહિતના આકર્ષણો જોવા મળશે. સાથે સાથે સવિશેષ સરપ્રાઈઝ ઈવેન્ટ પણ રાખવામાં આવશે.