અત્યાર સુધીમાં 38 કેમ્પમાં કુલ 11,193 લોકોએ લાભ લીધો મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આગામી તારીખ 4-12-2024ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન સ્વ.ચુનીલાલ કાલીદાસ કાથરાણી (જુના નાગડાવાસ વાળા) પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.નં. 98250 82468, નિર્મિતભાઈ કક્કડ મો.નં. 99988 80588, હરીશભાઈ રાજા મો.નં. 98792 18415, અનિલભાઈ સોમૈયા મો.નં. 85110 60066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.મહત્વનું છે કે, સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. ગત 38 માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 11,193 લોકોએ લાભ લીધો હતો. તેમજ 5023 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.