આજે મધરાતથી રાજ્યમાં નવા ભાવ અમલમાં, હવે એક કિલો ગેસના રૂ.77.76 ચૂકવવા પડશેમોરબી : ગુજરાત રાજ્યમાં સીએનજીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આજે મધરાતથી સીએનજી ગેસના કિલોએ દોઢ રૂપિયા વધારે આપવા પડશે. ગુજરાત ગેસ દ્વારા ગુજરાત, પાલઘર- થાણે, રાજસ્થાન અને હરિયાણા માટે નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત માટે 77.76 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ જાહેર કરાયો છે. અત્યાર સુધી ગેસનો ભાવ રૂ.76.26 હતો. આ નવો ભાવ આજે મધરાતથી અમલમાં આવશે. એટલે હવેથી સીએનજી ગેસ માટે કિલોએ દોઢ રૂપિયો વધારે ચૂકવવો પડશે.