સુત્રાપાડાથી મુંદ્રા જતા હતા ત્યારે બનેલો બનાવમોરબી : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાથી કચ્છના મુંદ્રા જતા ત્રણ મિત્રોની થાર કારને મોરબીના શનાળા નજીક અકસ્માત નડતા થાર કાર પલ્ટી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા નજીક આવેલ સીએનજી પંપ સામે ગઈકાલે વહેલી સવારમાં જીજે - 03 - એપી - 3777 નંબરની મહિન્દ્રા થાર ગાડી પલ્ટી જતા કાર ચલાવી રહેલા રોહિતભાઈ જેતસિભાઇ રામ ઉ.28 રહે.અમરાપુર તા.સુત્રાપાડા જિલ્લો, ગીર સોમનાથ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગાડીમાં બેઠેલા જીજ્ઞેશભાઈ મુળુભાઇ જાખોત્રા અને સાગર નામના યુવાનને ઇજાઓ પહોંચી હતી. વધુમાં ત્રણેય મિત્રો મૃતક રોહિતભાઈના ધંધાના કામે રૂપિયાની ઉઘરાણી કરવા જતા હતા ત્યારે શનાળા નજીક અકસ્માત સર્જાયો હતો.