જાણો.. બ્લેક ફ્રાઈ ડે ઉજવવા પાછળનો ઇતિહાસમોરબી : આજે બ્લેક ફ્રાઈ ડે છે. બ્લેક ફ્રાઈડે સેલને શોપિંગના દૃષ્ટિકોણથી મહત્વ આપવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા સહિત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર બ્લેક ફ્રાઈડે સેલ વિશે ચર્ચાઓ થઈ રહી છે. પણ શું તમે જાણો છો કે બ્લેક ફ્રાઈડે શું છે અને શા માટે ઉજવવામાં આવે છે? કહેવાય છે કે અમેરિકામાં થેંક્સગિવિંગ પછી બ્લેક ફ્રાઈડે ઉજવવામાં આવે છે. જો કે, હવે તે સમગ્ર વિશ્વમાં આ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દુકાનો ખૂબ વહેલી ખુલે છે, કેટલીકવાર મધ્યરાત્રિએ અથવા થેંક્સગિવિંગના દિવસે પણ. બ્લેક ફ્રાઈડેના નામે અનેક માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક લોકોના મતે, આ દિવસનું નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે આ દિવસે છૂટક દુકાનદારોને ખૂબ સારું વેચાણ થાય છે અને તેમને કોઈ નુકસાનનો સામનો કરવો પડતો નથી. બીજી વાત એ છે કે આ નામ ફિલાડેલ્ફિયા પોલીસ સાથે સંબંધિત છે._____________________________________________આ દિવસનો ઈતિહાસ વર્ષ 1950ના દાયકામાં, ફિલાડેલ્ફિયામાં પોલીસે થેંક્સગિવીંગ પછીના દિવસની અરાજકતાનું વર્ણન કરવા માટે 'બ્લેક ફ્રાઈડે' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે સમયે શહેરમાં ફૂટબોલ મેચ જોવા માટે સેંકડો પ્રવાસીઓ આવતા હતા, જેના કારણે પોલીસને ઘણી મુશ્કેલી પડતી હતી. તે સમયે, શહેરના ઘણા રિટેલરોએ પણ તેમના સ્ટોર્સની બહાર લાંબી કતારો જોઈ, જેના કારણે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. વર્ષ 1961 માં, ઘણા ઉદ્યોગપતિઓએ તેને 'બિગ ફ્રાઈડે' નામ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ક્યારેય શક્ય બન્યું નહીં. વર્ષ 1985 માં, બ્લેક ફ્રાઈડે સમગ્ર અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. વર્ષ 2013 થી, સમગ્ર વિશ્વમાં બ્લેક ફ્રાઈડે ઉજવવાનું શરૂ થયું. અન્ય એક સ્ટોરી મુજબ ‘બ્લેક ફ્રાઇ ડે’ નું નામ સૌ પ્રથમ 24 સપ્ટેમ્બર, 1869 ના રોજ સાંભળવા મળ્યું હતું. તે સમયથી આ દિવસ શોપિંગ જ નહીં, પરંતુ આર્થિક મંદી પણ દર્શાવે છે. આવું ત્યારે બન્યું જ્યારે બે ફાઈનાન્સિયર્સ, જય ગોલ્ડ અને જિમ ફીસ્કે એટલુ સોનું ખરીદુ કે જેટલી તેની હદમાં હતું. તેઓ માનતા હતા કે આમ કરવાથી, સોનાની કિંમત ખૂબ વધી જશે અને જો આવું થાય, તો તેઓ સંપૂર્ણ સોનાને મોંઘા ભાવોમાં વેચીને સારી કમાણી કરી શકે. સપ્ટેમ્બર 1869ના તે શુક્રવારે, શેરબજાર સ્થગિત થયું, અને લોકો હેરાન થઇ ગયા. ત્યારથી તે દિવસે કાળા અક્ષરોમાં લખવામાં આવ્યું અને તેનું નામ પડ્યું ‘બ્લેક ફ્રાઇ ડે’._____________________________________________પોઝિટિવ નેમબ્લેક ફ્રાય ડેના નામને પોઝિટીવ બનાવવા માટે વેપારીઓએ એ ઉપાય કાઢ્યો કે તેમને થનારુ નુકસાન તે તમામ લાલ કલરથી દર્શાવશે અને ફાયદો અને નફાનો કલર હશે બ્લેક. ત્યારથી લગભગ અત્યાર સુધી વેપારીઓ આ દિવસ પર પ્રોડક્ટસ પર ભારે ઓફર કરવાનું શરુ કર્યુ. ટૂંક સમયમાં આ નકારાત્મક નામ હકારાત્મક નામમાં બદલાયું અને લોકો ધીમે ધીમે ફિલાડેલ્ફિયાના કારણને ભૂલી ગયા. આ દિવસ ધીમે ધીમે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયો અને યુનાઇટેડ સ્ટેટ્સ સિવાયના કેટલાક દેશોમાં પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું. _____________________________________________બ્લેક ફ્રાઇડે સેલબ્લેક ફ્રાઈડે પર, વિશ્વભરની મોટી બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપે છે. જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણી બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોમાં ડિસ્કાઉન્ટ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, બ્લેક ફ્રાઈ ડે સેલ ભારતમાં પણ વિસ્ફોટક બન્યું છે, જેના પર ગ્રાહકો સસ્તી ખરીદીનો આનંદ માણે છે. પહેલા બ્લેક ફ્રાઈડે સેલ ભારતમાં યોજાતો ન હતો, પરંતુ હવે તે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે અને લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે. બ્લેક ફ્રાઈ ડે સેલને કારણે ભારતમાં પણ ઈ-કોમર્સ વેબસાઈટ પર પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળવાનું શરૂ થઈ ગયું છે._____________________________________________