તંત્ર દ્વારા આજે જ મોરબી તાલુકાના 17 કેન્દ્રોની યાદી જાહેર કરાઈ, તે યાદીમાં સામેલ કેન્દ્રો બંધ હોવાની ફરિયાદ મોરબી : મોરબી તાલુકાના આધાકાર્ડ કેન્દ્રોની યાદી તંત્ર સ્વરા જાહેર કરાઈ છે જેમાં સમાવિષ્ટ જેતપર પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી હજુ શરૂ જ ન થઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જેતપર ગામે છેલ્લા 6 મહિનાથી આધારકાર્ડની કામગીરી બંધ છે. અહીંના લોકોને મોરબીના ધક્કા થાય છે. ત્યાં પણ વારો આવતો નથી. આ પરિસ્થિતિ દરમિયાન લોકોએ કરવું શું તેવી મુંઝવણ અનુભવે છે. લોકોને અતિશય હાલાકી પડી રહી છે. આજે જ તંત્ર દ્વારા મોરબી તાલુકામાં 17 કેન્દ્રો ઉપર આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી હોવાની યાદી જાહેર કરવામાં આવી છે. જેથી ગ્રામજનો પોસ્ટ માસ્તરને મળ્યા હતા. પણ છેલ્લા છ મહિનાથી બંધ આધારકાર્ડની કામગીરી હજુ ચાલુ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે પોસ્ટ માસ્તર દ્વારા અગાઉ પ્રિન્ટરમાં ક્ષતિ હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામ પંચાયતે પ્રિન્ટર વસાવી આપવાનું કહ્યું હતું. જો કે બાદમાં પોસ્ટ માસ્તરે ટેક્નિકલ ખામી હોવાનું જણાવ્યું હતું.