મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં પાડોશી દ્વારા પાડોશીના નવેરામાં પતરા લગાવવામાં આવતા પાડોશી આ બાબતે કહેવા જતા બે વ્યક્તિએ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર 4મા રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવે આરોપી ઇબ્રાહિમભાઈ ઉર્ફે કાળુકાકા લંજા અને આરોપી સીરાજ દાઉદભાઈ લંજા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ તેમના ઘરની નવેરીમાં પતરા મારતા હોવાથી તેમને કહેવા જતા ઝઘડો કરી મિલનભાઈ તેમજ તેમના પત્નીને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.