અમદાવાદ અને મહેસાણા સાથે મોરબીમાં પણ વહેલી સવારથી દરોડા મોરબી : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી રાજ્યવ્યાપી દરોડા શરૂ કરવામાં આવ્યા છે જેમાં પેપરમિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા રાજકીય આગેવાનના નજીકના સગાને ત્યાં આઇટીની ટીમોએ કાર્યવાહી શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, આઇટી વિભાગે મોરબીની સાથે અમદાવાદ અને મહેસાણામાં પણ દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે.આવકવેરા વિભાગના ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રાજકીય આગેવાનના પેપરમિલ ઉદ્યોગ અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા નજીકના કુટુંબીજનને ત્યાં વહેલી સવારથી આઇટી વિભાગની ટીમો પહોંચી ગઈ છે. આવકવેરા વિભાગની ટીમોએ લાંબા સમય બાદ મોરબીમાં એન્ટ્રી કરી હોવાની સાથે અમદાવાદ તેમજ મહેસાણામા પણ દરોડાનો દૌર શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.