મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન કપાસની આવક વધી રહી છે. આ સાથે મગફળી, તલ, ઘઉં, જીરુ વગેરેની પણ આવક ચાલુ છે. આજે કપાસના સૌથી ઊંચા ભાવ રૂ.1543 અને નીચા રૂ.1351 ભાવ બોલાયા હતા. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2026 ક્વિન્ટલ એટલે કે 10130 મણ કપાસની આવક થવા પામી છે. કપાસ ઉપરાંત જીણી મગફળી, ઘઉં, તલ, જીરું, અડદ, ચણા વગેરે જણસીઓની આવક થઈ છે. આજે ઘઉંના પ્રતિમણ સૌથી ઉંચા ભાવ 661 તો તલના 2400, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1148 સુધી બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4474 જેટલા બોલાયા છે. બાજરાના 577, સોયાબીનના 812, અડદના 1655, ચણાના 1252, એરંડાના 1215 ભાવ બોલાયા છે.આજે શાકભાજીની આવકમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 680 રૂપિયા, કોબીજના 460 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 1100 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.