રૂ.40 લાખનું બિલ બાકી હોવાથી કોન્ટ્રાક્ટરે બસો બંધ કરી દીધી : પાલિકાએ પોતાની જૂની બે બસ મેદાનમાં ઉતારી બે રૂટ શરૂ કર્યા મોરબી : મોરબીમાં સિટી બસના પૈડા ફરી થંભી ગયા છે. જેના કારણે દરરોજના ત્રણેક હજાર મુસાફરોને રિક્ષાનો સહારો લેવાનો વારો આવ્યો છે. જો કે પાલિકાએ જૂની બે બસ મેદાનમાં ઉતારી બે રૂટ શરૂ કરી દીધા છે. પણ હજુ બાકીના રૂટના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. મોરબીમાં ભારે ટ્રાફિકની સ્થિતિ વચ્ચે સિટી બસમાં લોકો પરિવહન કરતા થાય તે દિશામાં પગલાં લેવાના બદલે સિટી બસ બંધ થઈ રહી છે. અત્યાર સુધી સિટી બસ ખાનગી કોન્ટ્રાક્ટ થકી 8 રૂટ ઉપર દોડતી હતી. જેમાં નવાગામ સુધી 2 બસ, લજાઈ સુધી 3 બસ, ઘુટુ સુધી 1 બસ, રફાળેશ્વર સુધી 1 બસ તેમજ બેલા સુધી 1 બસ ચલાવવામાં આવતી હતી. કોન્ટ્રાકટર વિરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે અગાઉનું 5 મહિનાનું બિલ પેન્ડિંગ છે. આ બિલ રૂ. 40 લાખ જેટલું છે. જેના કારણે સિટી બસ સેવા બંધ કરી દીધી છે. સિટી બસમાં દરરોજ સરેરાશ 3000 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. હવે આ સિટી બસ બંધ થતાં મુસાફરોને રિક્ષાનો સહારો લેવો પડ્યો છે. બીજી તરફ નગરપાલિકાના બસ વિભાગના હિતેશભાઈ દવેએ જણાવ્યું કે પાલિકા પાસ પોતાની ત્રણ જૂની બસ ચર્સ. જેમાંથી બે જૂની બસ ગાંધી ચોકથી શનાળા અને ગાંધીચોકથી ત્રાજપર ચાર રસ્તા રૂટ ઉપર શરૂ કરી દેવામાં આવી છે. ત્રીજી બસ રીપેરીંગમાં છે. જે ટૂંક સમયમાં ચાલુ કરાશે. ____________________________________________જરૂરી મંજૂરીઓ ન મેળવાતા બસ નંબર પ્લેટ વગર દોડતી હતી પાલિકાના સુત્રોએ એવું કહ્યું કે કોન્ટ્રાક્ટરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. નંબર પ્લેટ વગર બસો દોડાવવામાં આવતી હતી. રૂટ મંજુર ન હતા. પાર્સિંગમાં ક્ષતિ હતી. જો કે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે બસ નવી લઈ આવ્યા ત્યારે જ પાર્સિંગ કરાવ્યું હતું. રૂટ મંજુર કરાવવા માટે નગરપાલિકાએ એસટી પાસેથી એનઓસી લેવાની હોય છે સાથે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ પાસેથી સ્ટેટ કેરેજ પરમિશન લેવાની હોય છે. આ પ્રક્રિયા પાલિકાએ કરવાની હોય છે. અમે બેથી ત્રણ વખત લેખિત રજુઆત કરી હતી. પણ પાલિકાએ આ કામગીરી ન કરાતા નંબર પ્લેટ લાગેલી ન હતી.____________________________________________સિટી બસમાં ઓછા ભાવે મુસાફરી થતીપાલિકાની સિટી બસ સામાન્ય લોકો માટે પરિવહનનું શ્રેષ્ઠ માધ્યમ હતું. સિટી બસમાં ગાંધીચોકથી રંગપરનું ભાડું રૂ.15 હતું. જેનું રીક્ષા ભાડું રૂ. 40થી 60 લેવાતું હતું. સિટી બસમાં ગાંધી ચોકથી લજાઈનું ભાડું રૂ.10 હતું. જ્યારે રિક્ષાભાડુ રૂ. 20 લેવાય છે. સિટી બસમાં ગાંધી ચોકથી નવા બસ સ્ટેન્ડનું ભાડું રૂ. 5 હતું. જ્યારે રીક્ષા ભાડું રૂ.10 લેવાય છે.____________________________________________અગાઉ પણ સિટી બસ બંધ થયા બાદ ધારાસભ્યની મધ્યસ્થીથી પુનઃશરૂ થઈ હતીએકાદ વર્ષ પૂર્વે પણ કોન્ટ્રાક્ટરને છ મહિનાના બિલ ચુકવવામાં ન આવતા સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મધ્યસ્થ5 કરાવી સિટી બસ સેવા પુનઃ શરૂ કરાવી હતી. હવે ફરી એજ સ્થિતિ આવીને ઉભી રહી છે. ત્યારે હવે ફરી લોકોની મદાર ધારાસભ્ય ઉપર છે.