બહાદુરગઢ ગામના પાટિયા નજીક ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યોમોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર બહાદુરગઢ ગામના પાટિયા પાસે બાઈક લઈને દૂધ લેવા જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે પાછળથી હડફેટે લઈ ટ્રક નીચે કચડી નાખતા યુવાનની કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમામા રહેતા મૂળ સંતરામપર જિલ્લાના વતની નિલેશભાઈ કોયાભાઈ ડીંડોર ઉ.21 નામનો યુવાન ગત તા.17ના રોજ સાંજના સમયે પોતાનું સીટી હન્ડ્રેડ બાઈક લઈ દૂધ લેવા જતો હતો ત્યારે મોરબી - માળીયા હાઇવે ઉપર બહાદુરગઢ ગામના પાટિયા પાસે આરજે - 52 - જીબી - 6779 નંબરના ટ્રક ચાલકે નિલેશભાઈના બાઇકને પાછળથી હડફેટે લઈ શરીર ઉપર ટ્રક ફેરવી દઈ મોત નિપજાવી ટ્રક લઈ નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.