પાટીદાર યુવા સંઘની જિલ્લા કલેકટરને રજુઆત : છેલ્લા થોડા સમયમાં પાટીદાર પરિવારો સાથે થયેલા અત્યાચારો પણ વર્ણવ્યા_____________________________________________https://youtu.be/gqt5NtlR2hg_____________________________________________https://youtu.be/K9tqSDL4ThA_____________________________________________મોરબી : મોરબીમાં પાટીદારો સામે થઈ રહેલી ગુનાખોરીને લઈને આજે પાટીદાર યુવા સંઘના સભ્યો મનોજ પનારા સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ ઉમટી પડ્યા હતા. તેઓએ કલેકટર સમક્ષ દોઢસો જેટલી હથિયાર પરવાનાની અરજીઓ મૂકી હતી. પાટીદાર યુવા સંઘે રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના 150 ગામમાં 50 હજાર પાટીદાર પરીવાર રહે છે. જેમાં મોટા ભાગના ગામો તથા શહેરની સોસાયટીમાં એવા અનેક પરીવારો વ્યાજખોરી દાદાગીરી, ગુંડાગીરી, રોમીયોગીરી અને હનીટ્રેપનો શીકાર બનેલ છે. આવા ભોગ બનેલ પરીવારોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમીયોગીરી અને હનીટ્રેપનો ભોગ તેમજ અન્ય અત્યાચારનો ભોગ બનેલ પરીવાર મોટાભાગે ખાનગી રીતે સમાધાન કરી લે છે. પરંતુ અમુક પરીવારો તંત્ર પાસે મદદ માટે જાય છે. ત્યારે તંત્ર પણ આ ગુંડા અને વ્યાજખોરો સાથે મીલીભગત હોય તે રીતે વર્તન કરીને યોગ્ય ન્યાય આપવામાં આવતો નથી.આવડો મોટો પાટીદાર પરીવાર મોરબી જિલ્લામાં રહેતો હોય ત્યારે છાસવારે વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી રોમીયોગીરી અને હનીટ્રેપ વગેરેના બનાવો બનતા હોય છે. તેવા સમયે તંત્રની જ મદદ ના મળે રક્ષક જ ભક્ષકની ભૂમિકા ભજવે ત્યારે આવા ભોગ બનનાર પરીવાર ક્યાં જાય?માટે આવા ભોગ બનનાર પરીવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને હથિયારની પરવાનગી માંગવા માટે આવેલ છે._____________________________________________આજે જ એસપી સાથે બેઠક યોજી શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાશેરજુઆત અંગે જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું કે અમુક પાટીદાર પરિવારો અલગ અલગ કિસ્સામાં ભોગ બન્યા હોવાની રજુઆત મળી છે. આજે જ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને અને શાંતિની સ્થિતિ જળવાઈ રહે તે માટે પગલાં લેવામાં આવશે. આ રજુઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે._____________________________________________