વેરાવળ : પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) અને જબલપુરથી ચાલતી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (11466) તેના નિર્ધારિત રૂટ પર ચાલશે.વેરાવળ સ્ટેશનથી 30-11-2024 અને 02-12-2024 ના રોજ ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) તેના નિર્ધારિત રૂટ ભોપાલ-બીના જં.કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.એ જ રીતે જબલપુરથી 29-11-2024 અને 2-12-2024ના રોજ ચાલતી જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન (11466) તેના નિર્ધારિત રૂટ જબલપુર-કટની મુરવારા-બીના જં.ભોપાલ થઈને ચાલશે. રેલ યાત્રી આ ટ્રેનના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજને લગતા નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.inના અવલોકન કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.