વાંકાનેરની સરતાનપર નજીક વરલીભક્ત ઝડપાયોમોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાંથી તાલુકા પોલીસે તીનપતિ રમતા બે શખ્સને ઝડપી લીધા હતા. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી નજીક એક વરલી ભક્તને ઝડપી લીધો હતો.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં પોલો સિરામિક પાસે બાવળની કાટમાં દરોડો પાડી આરોપી અમિત ગગજીભાઈ ગોહેલ રહે.વીસીપરા મોરબી અને આરોપી વિજય બાબુભાઇ કુરિયા રહે.રોટરીનગર નામના બે આરોપીઓને તીનપતિનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા 510 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અર્જુન રાજુભાઇ સોલંકી રહે.સરતાનપર વાળાને ઝડપી લઈ રોકડા રૂપીયા 770 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.