ખેડૂતોને સિંચાઈના પાણીનો બગાડ ન કરવા ધારાસભ્યની અપીલમોરબી : સરકાર દ્વારા સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી મોરબી જિલ્લાના છેવાડાના એટલે કે માળિયા તાલુકાના ગામના ખેડૂતોને પણ મળી રહે તે માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પ્રયત્નશીલ છે. આ સિંચાઈના પાણી અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં જે સિંચાઈનું પાણી આવી રહ્યું છે તે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી આવી રહ્યું છે. તેથી ખેડૂતો પાણીનો બગાડ ન કરે તેવી વિનંતી છે. કેમ કે પાણીનો જે બગાડ થઈ રહ્યો છે તે પાણી મીઠા ઉદ્યોગમાં જઈ રહ્યું છે જેના કારણે મીઠા ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે. જો પાણીનો બગાડ અટકે તો આ પાણી મોરબી જિલ્લાના ખેડૂતોને લાભ મળી શકે તેમ છેવધુમાં કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ સાથે વાતચીત કરીને માળિયા સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને પ્રયત્નો ચાલુ છે. આજે સાંજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હળવદ જઈને ધારાસભ્ય સાથે અને આગેવાનો સાથે મુલાકાત કરશે અને હળવદના બ્રાહ્મણી ડેમનું પાણી માળિયા સુધી કેવી રીતે પહોંચે, મચ્છુ ડેમમાં પાણી પહોંચે અને વધુને વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.