ગાંધીનગરની પાણી પુરવઠા વિભાગની ટીમના ચેકિંગ બાદ તમામને નોટિસ ફટકારી દંડ ભરવા તાકીદમોરબી : મોરબી જિલ્લામાં ગામડાના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે ઉદેશ્યથી પાણી પુરવઠા વિભાગે બિછાવેલી પીવાના પાણીની લાઈનમાં બાકોરા પાડી મોટા પ્રમાણમાં પાણી ચોરી કરવામાં આવતી હોવાથી મોરબી તેમજ માળિયાના છેવાડાના ગામોમાં પીવાનું પાણી પહોંચતું ન હોવાથી ગાંધીનગર પાણી પુરવઠા વિભાગે જુદી જુદી 8 ટિમોને મેદાને ઉતારી સઘન ચેકીંગ કરતા પાણી પુરવઠા યોજનાની લાઇનમાંથી ગેરકાયદેસર રીતે લેવામાં આવેલ 125 જેટલા કનેકશનો ઝડપાઇ જતા આ તમામ કનેક્શન કટ કરી રૂપિયા 12.92 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છેમોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લાના ગામડાઓને પાણી પૂરું પાડવા માટે જીડબ્લ્યુઆઇએલ દ્વારા વિશાળ પાઈપલાઈન નેટવર્ક ગોઠવી પાણી પુરવઠા યોજના સાકાર કરવામાં આવી છે. જો કે, પાણીની આ મુખ્ય લાઈનમાં મોરબી નજીક અનેક સ્થળોએ ગેરકાયદેસર કનેકશનો લેવાના કારણે જામનગર અને દ્વારકા પાણી પૂરું પહોંચતું ન હતું આથી પાણી પુરવઠા બોર્ડ અને જીડબ્લ્યુઆઇએલ દ્વારા ઓક્ટોબર મહિનામાં ચેકીંગ કરવામાં આવતા ઠેર ઠેર ગેરકાયદાર કનેકશનો લઈ લેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.વધુમાં જીડબ્લ્યુઆઇએલની અલગ અલગ ટીમોએ કરેલી કાર્યવાહીમાં મોરબી અને માળીયા મિયાણા તાલુકાના ગામોને પાણી પૂરું પાડતી લાઈનને પણ કાપવામાં આવી હતી. અને પાણી પુરવઠા હસ્તકની મોરબી - માળીયા જૂથ યોજના હેઠળ મોરબીથી પીપળીયા સુધી જતી તેમજ ખીરઈ સંપથી ઘાંટીલા જતી લાઈનમાં પણ ઠેર ઠેર ગેરકાયદેસર કનેકશનો હોવાના કારણે ગામોને પાણી પૂરું પહોંચતું ન હતું. વધુમાં પાણી પુરવઠા વિભાગની ગાંધીનગર અને સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાની 8 જેટલી ટીમોએ સઘન ચેકીંગ કરી પાણી ચોરીનો પર્દાફાશ કર્યા બાદ હવે પાણી ચોરી કરનાર વ્યક્તિઓ, પેઢી અને સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.બીજી તરફ પાણી પુરવઠા વિભાગની ટીમોએ મોરબીના અમરેલી, લૂંટાવદર, પીપળીયા, જુના નાગડાવાસ, બરવાળા, ખેવારીયા, ધરમપુર, હજનાળી, વિરપરડા, જેપુર તેમજ માળિયાના ઘાંટીલા, ખાખરેચી, વેણાસર, ચાચાવદરડા સહિતના 14 જેટલા ગામોમાં ચેકીંગ કરતા હોટલ, બિલ્ડીંગ બાંધકામ, શાળાઓ, પેટ્રોલ પંપ, જિનિંગ મિલ સહિતની જગ્યાએથી 125 જેટલા કનેકશનોમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવતા આ તમામ કનેકશનો કાપી નાખી પાણી ચોરી કરનાર વ્યક્તિ, સંસ્થા, પેઢી અને શાળાઓને 1.18 લાખથી માંડી 3.97 કરોડ સુધીનો કુલ મળી 12.92 કરોડનો દંડ ફટકારી દંડની વસુલાત માટે નોટીસો આપી છે. _____________________________________________મિનરલ વોટરના ધંધાર્થી પણ કરતા હતા પાણી ચોરીરાજકોટ,જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડવા માટે ગુજરાત વોટર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે જીડબ્લ્યુઆઇએલ દ્વારા પાઈપલાઈન મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેમાં મોરબીના અમરેલી નજીક આવેલ રાજા બ્રાન્ડ પાણીનો ધંધો કરતા આકાશ બેવરેજીસ દ્વારા પાણીની મુખ્ય લાઈનમાં બાકોરા પાડી ગેરકાયદેસર જોડાણ મેળવી પાણી ચોરી કરવામાં આવતા પાણી પુરવઠા અને જીડબ્લ્યુઆઇએલ દ્વારા પાણી ચોરી સબબ રૂપિયા 3.97 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે._____________________________________________દસ લાખથી વધુનો દંડ આપેલા આસામીઓની યાદી1. ગ્રીન વિંગ (ચાચાવદરડા) - 21.68 લાખ2. આર્યન ઇન્ડસ્ટ્રીઝ (ખાખરેચી) - 15.95 લાખ3. મેટા ગો ગ્રીન (ચાચાવદરડા) - 12.30 લાખ 4. સન પોલિમર્સ (પીપળીયા) 10.51 લાખ5. વિનય સ્કૂલ (પિપળીયા ) - 21.59 લાખ 6. આશાપુરા મિનરલ્સ (પિપળીયા ) - 12.30 લાખ7. સ્ટેરિયન સિંક (પિપળીયા ) - 15.95 લાખ8. રસબસ મેન્યુફેક્ચરિંગ(પિપળીયા )- 15.95 લાખ9. રીયો સીરામીક (જુના નાગડાવાસ ) - 13.94 લાખ10. જયંતીભાઈ પારેજીયા (ખાખરેચી) - 13.21 લાખ11. જીએફસી ક્રોપ સાયન્સ (પીપળીયા) - 10.27 લાખ12.સિવાય એગ્રીકોમ (પીપળીયા) - 12.84 લાખ13. લાઈટેક ફેબ્રિક (બરવાળા ) - 14.06 લાખ14. ક્રિષ્ના ટ્રેડર્સ (બરવાળા) 10.51 લાખ15. ભરત જિનિંગ (લૂંટાવદર) 17.49 લાખ16. મેટ્રો ટેક્નોપેક (બરવાળા) 14.33 લાખ17. ચિરાગ સદાતિયા અને કમલેશ વડાવિયા બિલ્ડીંગ બ્લોક (પીપળીયા) - 10.51 લાખ18. શુભમ ઇન્ડસ્ટ્રીઝ (પીપળીયા) 10.51 લાખ_____________________________________________