મોરબી : છેલ્લા એકાદ બે વર્ષથી નાની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે ગઈકાલે મોરબીમાં ફાયનાન્સની ઓફિસમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ 38 વર્ષીય યુવાનનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના ઋષભનગરમાં રહેતા ગિરિરાજસિંહ લખુભા ઝાલા ઉ.38 ગઈકાલે લાલપર ખાતે આવેલ ઈશાન સિરામિક ઝોનમાં આવેલ શ્રી રામ ફાયનાન્સની ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેમના મિત્ર સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.