મોરબી : પાટીદાર યુવા સેવા સંઘ- મોરબી દ્વારા આવતીકાલે તારીખ 28 નવેમ્બર ને ગુરુવારના રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને યુવાનોને સ્વરક્ષણ માટે પિસ્તોલના લાઈસન્સ આપવા માટે રજૂઆત કરશે.પાટીદાર યુવા સેવા સંઘ- મોરબીના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ ઉપર થતાં અન્યાય, અત્યાચાર, વ્યાજના ચક્રમાં ફસાવવા, ડરાવવા, ધમકાવવા, અપહરણ કરી માર મારવો, હત્યાઓ કરવી, આત્મહત્યા કરવા મજબૂર કરવા સહિતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જેમાં અન્યાયની સામે કાયદાકીય રીતે લડવાના એક માત્ર હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરાઈ છે. જેમાં પાટીદાર યુવા સેવા સંઘના તમામ મિત્રોને સ્વરક્ષણ માટે પિસ્તોલની જરૂરિયાત હોય પિસ્તોલના લાઈસન્સ માટે કલેક્ટરને આવતીકાલે સવારે 10-30 વાગ્યે આવેદનપત્ર આપી લાઈસન્સ આપવા રજૂઆત કરવામાં આવશે.