મોરબી : મોરબીના જેતપર રોડ પર L ગ્રુપથી ઓળખાતા ફેક્ટરી લેવીટો ગ્રેનાઈટો તથા લોરીયાન્સ સિરામિકના EPFO દ્વારા હાલ ચાલતું કેમ્પેઈન નિધિ આયકે નિકટ 2.0 તથા ESIC દ્વારા ચાલતા સુવિધા સમાગમ અવેરનેસ દ્વારા સંયુક્તમાં મજૂર કામદારોને મળતા લાભો અને સુવિધા બાબતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દર મહિને 27 તારીખે ભારત સરકાર દ્વારા મજૂરોની જાગૃતિ માટે રાખવામાં આવે છે.આ કાર્યક્રમમાં EPFO તરફથી ઈરમબેન શેખ (ઈડી) તથા ESIC તરફથી સચિનભાઈ જાની તથા મજૂર કાયદાના સલાહકાર પંકજભાઈ ઓરીયા તથા કારખાનાના માલીક જયેશભાઈ રંગપરીયા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.