હાઇવે ક્રોસ કરતી વેળાએ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યોમોરબી : માળીયા મિયાણા - હળવદ હાઈવે ઉપર વાધરવા ગામની સામે રસ્તો ક્રોસ કરી રહેલા બાઈક ચાલકને ડમ્પર ચાલકે પાછળથી હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર વાધરવા ગામની સામે જીજે - 03 - એફબી - 8735 નંબરનું બાઈક લઈને જઈ રહેલા વાધરવા ગામના નીતિરાજસિંહ બળવંતસિંહ જાડેજા હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જીજે - 36 - ટી - 7777 નંબરના ડમ્પર ચાલકે પાછળથી હડફેટે લઇ નિતિરાજસિંહને ગંભીર ઇજાઓ પહોંચાડતા નિતિરાજસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના મોટાભાઈ દિગ્વિજયસિંહ જાડેજાએ માળીયા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.