કપાસના ઉચ્ચત્તમ ભાવ 1500 આસપાસ રહ્યામોરબી : રોકડીયા પાક ગણાતા કપાસની મબલક આવક હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને યાર્ડમાં આવી રહ્યા છે. જેના કારણે દિનપ્રતિદિન કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 27 નવેમ્બરના રોજ 11200 મણથી વધુ કપાસની આવક થઈ છે. ખેડૂતોને ભાવ પણ એકંદરે સારા મળી રહ્યા છે. આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના સૌથી ઓછા 1375 અને સૌથી વધુ 1541 સુધી ભાવ બોલાયા હતા. કપાસ ઉપરાંત ઘઉં, તલ, મગફળી, જીરું, અડદ, ચણા, એરંડા અને સોયાબીન જેવા પાકોની પણ આવક થઈ છે.મોરબી યાર્ડમાં આજે કપાસ ઉપરાંત ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 673 સુધી બોલાયા છે. તો તલના પણ 2296 જેટલા ઉંચા ભાવ બોલાયા છે. મગફળીના ભાવ પણ પ્રતિ મણ 1147 સુધી બોલાયા છે. જો કે ગઈકાલ કરતાં તલ અને મગફળીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે 2595 મણ મગફળીની આવક થઈ છે. તો આ તરફ જીરુંના સૌથી ઉંચા ભાવ 4550 જેટલા બોલાયા છે. જુવારના 786, અડદના 1495, ચણાના 1210, સોયાબીનના 820 અને એરંડાના 1230 ભાવ બોલાયા છે.આ તરફ શાકભાજીની પણ મબલક આવક આજે માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. જેમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 680 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.