મોરબી : સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એન.એસ.વી.પખવાડિયા ઉજવણીના ભાગરૂપે આજ રોજ તારીખ 27 નવેમ્બરના રોજ આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર ધુળકોટ ખાતે શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. જાગૃતિ આર. ગંભાવા દ્વારા ઉપસ્થિત દંપતીઓને પરિવાર નિયોજન કાર્યક્રમમાં પુરુષોની ભાગીદારી વધે અને પુરુષો કુંટુંબ કલ્યાણ કાર્યક્રમની સેવાઓ લેવા માટે આગળ આવે તે માટે સમજાવવામાં આવ્યા હતા. સાથે જ એન.એસ.વી. ઓપરેશન વિશે સંપુર્ણ માહિતી આપવામા આવી હતી.