મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 26 નવેમ્બરના રોજ 8200 મણથી વધુ કપાસની આવક થઈ છે. ખેડૂતો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે. ખેડૂતોને ભાવ પણ એકંદરે સારા મળી રહ્યા છે. આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના સૌથી ઓછા 1350 અને સૌથી વધુ 1528 સુધી ભાવ બોલાયા હતા. કપાસ ઉપરાંત ઘઉં, તલ, મગફળી, જીરું, મગ, અડદ, ચણા, ગુવાબ અને સોયાબીન જેવા પાકોની પણ આવક થઈ છે.મોરબી યાર્ડમાં આજે કપાસ ઉપરાંત 1075 મણ જેટલા ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 675 સુધી બોલાયા છે. તો તલના પણ 2440 જેટલા ઉંચા ભાવ બોલાયા છે. મગફળીના ભાવ પણ પ્રતિ મણ 1248 સુધી બોલાયા છે. જો કે સરકારના ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ માર્કેટિંગ યાર્ડમાં મળતા હોય માત્ર 2 હજાર મણ જેટલી મગફળીની જ આવક આજે થઈ છે. તો આ તરફ જીરુના સૌથી ઉંચા ભાવ 4570 જેટલા બોલાયા છે. મગના 1524, અડદના 1450, ચણાના 1207, ગુવારના 889 અને સોયાબીનના 815 ભાવ બોલાયા છે.આ તરફ શાકભાજીની પણ મબલક આવક આજે માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. જેમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 680 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 700 રૂપિયા ભાવ બોલાયા છે.