મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહી ગુ.નં.202/2024 પ્રોહી કલમ 65એઈ, 116(બી),81,98(2) મુજબના ગુન્હામાં છેલ્લા 10 માસથી નાસતા ફરતા આરોપી પ્રભુદયાલ રોચિરામ ગંગવાની (ઉ.વ.65) રહે. કૃષ્ણમંદીર રોડ સુભાષચોક રાતાનાળા (જોધપુર)ને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ખાનગી બાતમીના આધારે નવલખી ફાટક પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.