મોરબી : કુબેરનગર (નવલખી રોડ) મુખ્ય ભુગર્ભ ગટરમાં 6 ફૂટના ભુંગરા છે. જ્યારે તેની સામે હાલ 3 ફૂટના ભૂંગરાનો સાંધો મારવામાં આવી રહ્યો હોય, જેના વિરોધમાં સ્થાનિકોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.ત્રિલોકધામ સેવા આશ્રમ ટ્રસ્ટના નેજા હેઠળ કરાયેલી રજુઆતમાં જણાવાયુ હતું કે નવલખી રોડ પર આવેલ કુબેરનગર-૧, ૨ તથા ૩, રામનગર, વિષ્ણુનગર, અશોક પાર્ક, અક્ષરધામ, હર્ષવાટીકા, રોયલ પાર્ક, તેમજ માધાપર અને કારિયા સોસાયટીના ગટરના પાણીનો નવલખી રોડની બાજુમાં છ ફુટના ભુંગરામાંથી નીકાલ થાય છે. ગત તા.૨૦/૧૦/૨૦૨૪ના વરસાદ દરમિયાન ગટરમાં પાણી ન સમાતા આ વિસ્તારોના રહેવાસીઓના ઘરોમાં પાણી આવી ગયા હતા.આ છ ફુટના ભુંગરા સાથે રેલ્વે ફાટક પાસે ત્રણ ફુટના ભુંગરા નાખવાનું શરૂ થયેલ છે. જેથી ભવિષ્યમાં આ ગટરનું પાણી સોસોયટીના ઘરોમાં આવે તેમ છે. તેથી આ કામ અટકાવીને ત્યાં ગટરના છ ફુટના ભુંગરા સાથે છ ફુટના જ ભુંગરાનો સાંધો કરીને નાખવામાં આવે તેવી માંગ છે.