મોરબી શહેરમાં 40 તો વાંકાનેર અને હળવદમાં 10 ટીઆરબી જવાનો 300 રૂપિયાના સામાન્ય વેતનમાં બજાવી રહ્યા છે ફરજમોરબી : મોરબી જિલ્લામાં ગ્રાન્ટના અભાવે TRB જવાનોના પગાર અટક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જવાનોને ઓક્ટોબર મહિનાનો પગાર પણ હજુ સુધી મળ્યો નથી. જેથી તેઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં ગ્રાન્ટના અભાવે ટીઆરબી જવાનોના પગાર હજુ ચૂકવાયા નથી. આમ તો મહિનો પૂર્ણ થયાના દશેક દિવસના પગાર થઈ જતો હોય છે. પણ આ વખતે ઓકટોબર મહિનાનો પગાર પણ નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં ચૂકવાયા નથી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગ્રાન્ટ આવ્યે પગાર ચૂકવાય જશે. ગ્રાન્ટ માટેની માંગણી પણ સરકારમાં કરી દેવામાં આવી છે.મોરબી શહેરમાં 40 અને વાંકાનેર અને હળવદ કુલ 10 ટીઆરબી જવાનો 300 રૂપિયાના સામાન્ય વેતનમાં ફરજ બજાવી રહ્યા છે. પગાર ન થવાના કારણે ઘણા ટીઆરબી જવાન આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. તેવું જાણવા મળી રહ્યું છે.