વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢુંવા ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી સમીર યુસુફભાઈ જેડા ઉ.24 રહે.વીસીપરા મેઈન રોડ, મિલ પ્લોટ વાંકાનેર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.