મોરબી : દશનામ ગોસ્વામી સમાજ ગુજરાતના થળી મઠની ગાદી હક્કના વિવાદ અંગે દેવ દરબારના મહંતએ દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં બોલીને અપમાન કરતો વિડીયો વાયરલ થયો હોવાના આક્ષેપ સાથે દશનામ ગોસ્વામી સમાજ કાલે બુધવારે સાંજે કલાકે જિલ્લા કલેકટરને આવેદન આપશે. આ વેળાએ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ અને સનાતન દશનામ ગોસ્વામી મહામંડળના આગેવાનો અને સમાજના લોકો જોડાશે તેમ યાદીમાં જણાવાયું છે.