5.13 લાખ લોકોએ લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા : ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર સામે સિવિલમાં નિઃશુલ્ક સેવાનો લાભ લેતા દર્દીઓ : મેડિકલ કોલેજ શરૂ થયા બાદ સિવિલમાં દર્દીઓનો પ્રવાહ વધ્યોમોરબી : મોરબીમાં મેડિકલ કોલેજના આગમન સાથે જ સિવિલ હોસ્પિટલમાં તબીબોની સંખ્યા વધવાની સાથે સુવિધાઓ પણ વધતા ખાનગીની મોંઘી દાટ સારવાર સામે લાખો દર્દીઓ સરકારની નિઃશુલ્ક સેવાનો લાભ લઇ રહ્યા છે. છેલ્લા સાત મહિનામાં જ મોરબી સિવિલની ઓપીડીની સંખ્યા 1.80 લાખ પહોંચી છે જેમાં નાગરિકોએ સાત મહિનામાં સિવિલની સુસજ્જ લેબોરેટરીમા વિવિધ પ્રકારના 5.13 લાખ ટેસ્ટ કરવાવાની સાથે ઈસીજી, એક્સરે, ડાયાલીસીસ અને ડેન્ટલ સહિતની સેવાઓનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે.એક સમયે મોરબીની મોરબી સરકારી હોસ્પિટલમાં તબીબી સેવાઓ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી પરંતુ મોરબીમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થતા જ તબીબોની ઘટ પૂર્ણ થવાની સાથે જ તજજ્ઞ તબીબોની નિમણુંક થતા મોરબી શહેર ઉપરાંત બહારગામના દર્દીઓ પણ અહીંથી સારવાર મેળવી સાજા નરવા થઇ બહાર નીકળી રહ્યા છે. મોરબી સિવિલના સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીના સાત મહિનામાં કુલ 1.80 લાખ લોકોએ ઓપીડીનો લાભ લીધો હતો. સાથે જ 50474 દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી હતી. મોરબી સિવિલમાં આ સાત મહિનામાં દૈનિક સરેરાશ 1000 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહયા છે.સાથે જ ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીમાં ગજવા તોડી નાખે તેવા ખર્ચ સામે મોરબી સિવિલની નિઃશુલ્ક અને રાહતદારની સારવાર લોકોને માફક આવી રહી છે. છેલ્લા સાત મહિનામાં અહીં 1238 મેજર ઓપરેશન થયા છે અને 4422 માઇનોર ઓપરેશન કરવાં આવ્યા છે. અહીં સાત મહિનામાં 24668 દર્દીઓના એક્સરે કરી આપી સિવિલ તંત્ર દ્વારા 5,13 લાખ જેટલા વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવ્યા છે. ઉપરાંત ડાયાલિસિસની સારવાર પણ ઉપલબ્ધ બનતા 4037 લોકોએ અહીં ડાયાલિસિસની સેવાનો પણ લાભ મેળવ્યો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહયા છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં દર મહિને 350 જેટલા મૈની અને 70 જેટલા મેજર ઓપરેશનો કરવામાં આવી રહ્યાં છે____________________________________________મોરબીમાં સાત મહિનામાં 2393 પ્રસુતિ થઇમોરબી શહેર અને આજુબાજુના ગામોમાંથી સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિના કેસો મોટા પ્રમાણમાં આવી રહયા છે જેમાં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન કુલ 2393 કિસ્સામાં પ્રસુતિ કરાવવામાં આવી હતી. મોરબી સિવિલમાં પ્રસુતિ દરમિયાન કુલ 1618 કિસ્સામાં નોર્મલ ડિલિવરી કરાવામાં આવી હતી.જેમાં ટોટલ 2404 બાળકોનો જન્મ થયો હતો. જો કે, મજાની વાતતો એ છે કે, પ્રસુતિ દરમિયાન બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે, છેલ્લા સાત મહિનામાં માત્ર 45 કિસ્સામાં જ બાળકનું જન્મબાદ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, સાથે જ મોરબીમાં 31 કિસ્સામાં જોડિયા બાળકોનો જન્મ થયો હોવાનું પણ સત્તાવાર આંકડામાં સામે આવ્યું છે.____________________________________________ફિઝિયોથેરાપી - ડેન્ટલમાં પણ અનેક દર્દીઓને સારવારમોરબી સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઓપીડી પણ ધમધોકાર ચાલી રહી છે છેલા સાત મહિનામાં જ મોરબી સિવિલમાં 9074 દર્દીઓએ ડેન્ટલ ઓપીડીનો લાભ લીધો હતો જેમાં 2757 દર્દીઓને વિવિધ પ્રકારની સેવા મેળવી હતી આ ઉપરાંત ફિઝિયોથેરાપી સેવામાં પણ દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે જેમાં સાત મહિનામાં 10578 દર્દીઓએ ફિઝિયોથેરાપી સારવાર મેળવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.____________________________________________મોરબી સિવિલમાં સ્ટાફની ઘટ પૂર્ણ : સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. દુધરેજીયાસિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.દુધરેજીયાએ જણાવ્યું હતું કે, મોરબી સિવિલમાં મેડિકલ કોલેજ શરૂ થતા જ 30 જુનિયર તબીબ, 3 સર્જન, 3 ગાયનેક અને 160 નર્સિંગ સ્ટાફ સહિતથી સજ્જ બની છે,____________________________________________મોરબી સિવિલમાં આટલા વિભાગો કાર્યરતમોરબી સિવિલ હોસ્પિટલમાં હાલમાં પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, મનોચિકિત્સક , સ્કિન, ઈએન્ડટી, મેડિસિન, સર્જરી, ગાયનેક ડેન્ટલ, રેડિઓલોજી, ફિજીયોથેરાપી, એનસીડી ક્લિનિક, સહિતના વિભાગો કાર્યરત થતા અને તજજ્ઞ તબીબો આવતા તમામ પ્રકારના દર્દીઓને સારવાર મળી રહી છે, અત્યારે મોરબી સિવિલ 330 બેડ સજ્જ છે જેમાં 30 આઇસીયુ બેડનો સમાવેશ થાય છે,____________________________________________1.10 કરોડના ખર્ચે એચટી લાઈન કાર્યરત સિવિલ હોસ્પિટલ માટે 1.10 કરોડના ખર્ચે એચટી લાઈન લેવામાં આવી છે જે એકાદ માસમાં કાર્યરત થઇ જશે આથી વીજવિક્ષેપનું પ્રમાણ પણ ઘટી જશે પરિણામે દર્દીઓને વધુ સારી સુવિધા મળી શકશે.____________________________________________મોરબી સિવિલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી સર્જરી વિભાગ પણ કાર્યરત થયોમોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસથી લેપ્રોસ્કોપી સર્જરી વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં એપેન્ડીક્સ અને પિત્તાશયની કોથળીના ઓપરેશનો કરવામાં આવે છે. ત્રણ માસમાં 40 જેટલા ઓપરેશનો કરવામાં આવ્યા____________________________________________