છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીઓ ઉપર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું : ત્રણેય આરોપીએ ગુજસીટોકની કોર્ટમાં આત્મસમર્પણ કરતા કોર્ટે જેલહવાલે કર્યામોરબી : મોરબીના ચકચારી એવા મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓ વર્ષોથી ફરાર હતા. આ ત્રણેય આરોપીઓએ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું છે. કોર્ટે ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.દિવ્યભાસ્કર વેબના અહેવાલ મુજબ મોરબીમાં વર્ષ 2021માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને 18 શખ્સ સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો. તે પૈકીના 15 આરોપીની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો કે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીને પકડવાના બાકી હતા. આ દરમ્યાન આ ગુનાની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા ત્રણેય આરોપીઓની મિલકતો જપ્ત કરવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેથી કરીને ગત એપ્રિલ મહિનામાં મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમ દ્વારા જુદા-જુદા વિસ્તારમાં આવેલી 16 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અને સાત મિલકતમાં રહેતા ભાડુંઆતોને જે તે સમયે નોટિસ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021મા શનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા 8/9/21ના રોજ હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તે ગુનામાં 30/9/21ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સ સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. સોમવાર તા 25/11/24ના રોજ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.____________________________________________આરોપીઓની મિલકતો સિલિંગ કરવાનું ઓપરેશન ચલાવાયું હતુંગુજસીટોકના 18 આરોપીઓની 30 મિલકતોની જુદી જુદી સરકારની એજન્સીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓ વિરુદ્ધ ગૃહ વિભાગમાં મિલકતો જપ્તી કરવા માટે તેને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂર કરવામાં આવ્યા બાદ આરીફ મીરની બે મિલકતો સહિત કુલ મળીને 16 મિલકતોને સીલ કરવામાં આવી છે. જે મિલકતોને સીલ કરવામાં આવી હતી તેની સરકારના જંત્રીદાર મુજબની કિંમત ગણીએ તો 1.80 કરોડ રૂપિયા જેટલી થતી હતી. તે ઉપરાંત આરોપીઓના 24 જેટલા બેન્ક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા હતા. જેમાં 12.50 લાખ જેટલી રકમ હતી. જ્યારે મિલકતો સીલ કરવામાં આવી હતી ત્યારે, ચાર મિલ્કતમાં આરોપીઓનો પરિવાર રહેતો હતો. જેથી તે મિલકતો સીલ કરવામાં આવી ન હતી.____________________________________________કયા આરોપી ઉપર કેટલા ઈનામની કરી હતી જાહેરાત? હાલમાં જે આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું છે તે આરીફ ગુલમામદભાઇ ધોળા, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા કોર્ટમાં હાજર રહેવા માટે ગુજસીટોકે ફરમાન કર્યું હતું તો પણ તે હાજર થયા ન હતા, જેથી આ આરોપીઓને ટોપ વોન્ટેડ જાહેર કર્યા હતા અને આરીફ ગુલમામદભાઇ ધોળા માટે 1 લાખ, મકસુદભાઇ ગફુરભાઇ સમા માટે 40,000 અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા માટે 30,000નું ઇનામ જાહેર કર્યું હતું.____________________________________________